શ્રેણીઓ
Uncategorized

SMC રોજમેળ અપડેટ

મિત્રો.. SMC રોજમેળમાં નીચે મુજબના અપડેટ કરવામાં આવ્યા છે.
૧. સંકલિત પત્રક (પરિશિષ્ઠ 12) નો ઉમેરો કરવામાં આવ્યો છે જે ત્રણ ત્રણ માસના બ્લોકમાં તેમજ વાર્ષિક એમ બન્ને રીતે પ્રિન્ટ કરી શકાશે.
૨.ખાતાવહીમાં રો.પા.નં. અનેે રોજમેેેેેેળમાં ખા.પા.નંં. ઉમેરવામાંંઆવ્યા છે જેેેેેથી હવે ઉપરોક્ત નમ્બર મેેેેેેેેન્યુલી ટાઇપ કરવાના રહેશે નહિ.

Download : Shivani Accounting Solution -Sanklit patrak

શ્રેણીઓ
Uncategorized

Covid19 web data entry

मित्रों इस कोविड महामारी के दरम्यान हम कई ऐसे काम करने होते है जिसमें से एक कोविड़ पेशंट और उसके कोंटेकमे आनेवाले लोगो की ऑनलाइन डेटा एंट्री भी है जो मन्यूली कोपी पास्ट करने में बहुत समय लगता है और परेशानी ज्यादा होती है । इस वजह से हमारे रूटीन कार्य छूट जाते है । इससे परेशान होकर एक दिन मैंने तय कर लिया कि कुछ भी हो  इसका इलाज तो ढूंढना ही है और गूगल पर सर्च करते करते https://exceltoweb.blogspot.com ब्लॉग पे मुझे मेरा जवाब मिल गया । इस में स्टार्ट मैजिक नामक एक  कमांड बटन है जो दबाते ही 25 पलमे सारी एंट्री ख़तम । ये सॉफ्टवेर सचमे मैजिक करता है । मै तो कहता हूं ये एंट्री ख़तम नहीं करता , तुम्हारी टेंशन ख़तम करता है।

और हां , https://exceltoweb.blogspot.com पर कॉमेंट करना ना भूले । कोंटेक का जरिया यही है।

શ્રેણીઓ
Uncategorized

SMC રોજમેળ Unlock-1

SMC રોજમેળ Unlock-1

મિત્રો..

SMC રોજમેળનું આ મેગા અપડેટ વર્ઝન SMC રોજમેળ Unlock-1 આપની સમક્ષ મુકતાં આનંદ અનુભવું છુ.જુના વર્ઝનમાં ખુટતી તમામ વિગતો જેવી કે રીપોર્ટો,ક્વેરી,સર્ચ,ફિલ્ટર ઉમેરવમાં અથવા સુધારવામાં આવી છે.ખાસ તો તમામ રીપોર્ટનું બેકગ્રાઉન્ડમાં આડી-ઉભી લાઇનો સેટ કરેલ છે જેથી બુક બાઇન્ડીંગ કરાવીએ તો સ્ટેશનરીમાંથી ચોપડો લાવી રોજમેળ લખ્યો હોય એવું લાગે.અને એ માટે રીપોર્ટના Excelમાં ફોરમેટ મોકલનાર દિલિપભાઇ-શ્રી થોરડી પ્રાથમિક શાળા તથા અન્ય રીતે મદદ કરનાર તમામ મિત્રોનો આભાર.SMC SMC રોજમેળ Unlock-1 ના મોટા ભાગના ફ્યુચર જાણવા SMC રોજમેળ Unlock-1 video જોઇ લેવા વિનંતી.

SMC રોજમેળ Unlock-1 ની વિશેષતા :

 • રિપોર્ટ : રોજમેળ, ખાતાવહી, જમા આવેલ ચેકરજિસ્ટર, સંસ્થા દ્વારા આપેલ ચેક રજિસ્ટ,બીલ રજિસ્ટર, સિલક રજિસ્ટર, પેશગી રજિસ્ટર, માસિક હિસાબ પત્રક, બેન્ક રીકન્સીલેશન, ગ્રાંટ વપરાશ પ્રમાણપત્ર(યુટીસી), ગ્રાંટ રજિસ્ટર, એજન્ડા બુક, ઠરાવ બુક, બીલ કોટેશન, ચેક પ્રિન્ટર, વાઉચર બુક, બીલ પ્રમાણપત્ર, પેઇજ ટાઇટલ, સ્ટોક રજિસ્ટર
 • એકાઉન્ટ : રીઓર્ડર કરી શકાય, શોર્ટ્કોડ ક્યારે પણ બદલી શકાય, મિનિમમ એન્ટ્રી.
 • વાઉચર : તારીખ, ખાતાના નામ પરથી ફિલ્ટર, એડવાન્સ ફિલ્ટર, આવક વાળા ખાતા, જાવક વાળા ખાતા અલગ તારવી શકાશે, ખાતાને લગતી વિશેષ વિગતો લાઇવ ઓનસ્ક્રીન જોઇ શકાશે, ઝડપી એન્ટ્રી માટે શોર્ટટકોડ વડે ખાતાની અને ડીજીટ વડે વિગતની પસંદગી, રોજમેળ લખતાં ના ફાવતો હોય તો Eazy નામનું SMC રોજમેળ Unlock-1નું સ્પેસીયલ ફોર્મ,
 • 500/- Rs જેવી એકદમ નજીવી કિંમતે ઉપલબ્ધ.

Download : Shivani Accounting Solution Unlock-1 Edition

SMC રોજમેળ Unlock-1 Price : 500/- Rs

Next update will.. Done

Next update will..
Next update will..Done

શ્રેણીઓ
Uncategorized

Excel Formula

મિત્રો..

Extract part from Full name

પરીક્ષા લેવાની અને પરિણામ બનાવવાની મૌસમ આવી છે.પરિણામ બનાવવા માટેની તૈયાર ફાઇલ ઘણી બધી વેબ સાઇટ પર મુકેલ છે.જેથી સરળતાથી રિઝલ્ટ બની જવું જોઇએ એવું ધાર્યુ હોય પણ એવું બનતું નથી.પોગ્રામે-પોગ્રામે વિદ્યાર્થીના નામ અંદર નાંખવાની રીતરશમ અલગ-અલગ હોય છે.આપણી પાસે Excel sheet માં વિદ્યાર્થીના આખા નામ હોય છે અને પોગ્રામમાં અટક,વિદ્યાર્થીનુંં નામ અને પિતાનું નામ અલગ કરીને નાંખવાનું હોય છે.ત્યારે ખુબજ તકલીફ પડે છે અને ઘણો બધો સમય વેડફાય જાય છે.એ માટે નામ છુટા પાડવાની ફોર્મુલા PC માં આપણી પાસે પડી હોવા છતાં સમયે મળતી નથી.માટે આ ચાર ફાઇલની લિન્ક મુકી રહ્યો છુ..તમારા માટે (…અને મારા માટે પણ, મારે પણ આ જ હાલત થાય છે ભાઇ..)

 1. નામ , અટક અને પિતાનું નામ અલગ કરવા Excel Formula
 2. Std 3 Result – Without Sheet-Workbook-Code Protection
 3. Std 4 Result – Without Sheet-Workbook-Code Protection
 4. Std 5 Result – Without Sheet-Workbook-Code Protection

Have a happy Result day..

શ્રેણીઓ
Uncategorized

SMC રોજમેળ Tricks and Tip

SMC રોજમેળ Tricks and Tips  :

મિત્રો..

સરકારી શાળા કે સંસ્થામાં નિભાવવાના થતા અનેક પત્રકો, ફાઇલો, દફતરો અને રેપોર્ટોની જેમ શાળાને મળતી ગ્રાંટોનો પણ હિસાબ અને રજિસ્ટરો તૈયાર કરવાના થાય છે.જે માટે SMC સભ્યોની મીટીંગ બોલાવી ઠરાવ કરી ખર્ચ કરવાની કામગીરી પ્રાસંગિક ના રહેતાં લગભગ દૈનિક જેવી બની ગઇ છે.5000/-થી શરૂ થયેલ શાળા ગ્રાંટ પણ હવે 75000/- જેવી માતબર કરી દેવામાં આવી છે. શરૂઆતમાં માંડ ચાર-પાંચ ખાતા(શાળા શજજતા, શિક્ષક ગ્રાંટ, રીપેરીંગ અને વાલી મીટીંગ) હતાં તે હવે વધી-વધીને (એસ.એમ.સી.તાલીમ, વાલી મીટીંગ, આ.ઇ.ઇ.ડી, વોલ પેઈન્ટીંગ, સ્વચ્છતા, બેટી બચાવો, વાચન સપ્તાહ, પ્રગ્ના ગ્રાંટ) પંદર જેવા થઇ ગયા છે અને વધતા જ જાય છે. ત્યારે  SMC રોજમેળના હિસાબો નિભાવવાની Tricks and Tips જાણી તેનો અમલ કરવો જરૂરી બની જાય છે.

 • SMC રોજમેળ ત્રણ રીતે લખી શકાય
  • ચોપડામાં સિધા જ – બોલપેનથી (લખવા બેસો ત્યારે નીચેનો ક્રમ સાચવવો)
   • બંધ સિલક માટે ગત વર્ષનું સરવૈયુ શોધી રાખો.
   • કેલ્ક્યુલેટર ખરીદી લેવું – સારામાનું
   • કરેલ ઠરાવની તારીખ સાથે રાખો ક જેથી ઠરાવ પહેલાં ખર્ચનાં વાઉચરો લખાય ના જાય.
   • વાઉચરો તારીખના ક્રમમાં ગોઠવી દેવાં કારણ કે રોજમેળમાં મેન્યુલી રો ઉમેરી શકાતી નથી.યાદી બનાવી દો.
   • પાસબુકમાં જે વર્ષનો હિસાબ લખવાના હોઇએ તે વર્ષની પહેલી અને છેલ્લી તારીખની લેવડ-દેવડ છપાયેલ હોય તે લાઇનની નીચે અંડર લાઇન કરી દેવી.
   • એક સાદો કાગળ લઇ વર્ષ દરમ્યાન મળેલ ગ્રાંટની તારીખ, રકમ, કયા ખાતાની અને કેટલા રૂપિયા તેની યાદી બનાવી દો.બેંકમાં તો કુલ રકમ જ જમા થાય છે આથી કયા ખાતાની કેટલી તે નક્કી કરવું સરળ રહે.
   • વિતરણ કરેલ ચેકનું અડધિયુ સાથે રાખો.
   • હવે ઉપરની તમામ વિગતો તારીખ વાઇઝ મર્જ કરતાં જાવ અને રોજમેળ લખતાં જાવ.ભુલ વગર રોજમેળ લખાય જશે.
   • રોજમેળ લખાય જાય અને કન્ફર્મ થઇ જાય પછી જ ખાતાવહી અને ખાતાવહી પરથી સરવૈયુ બનાવવું.
   • હવે તમે જે વાઉચરોની યાદી બનાવી છે તે અલગ નોટમાં ઉતારી દો એ થશે તમારુ બીલ રજીસ્ટર
   • ગ્રાંટની વિગતો નોટબુકમાં ઉતારી બનાવી દો ગ્રાંટ રજીસ્ટર અને એ પ્રમાણે ચેક રજિસ્ટર.
  • કોમ્પ્યુટરમાં –એક્ષલ સોફ્ટવેરની મદદથી
   • ઉપરના ક્રમ પ્રમાણે ચાલવું.
   • કોઇ બીલો ભુલાય જવાય તો ચિંતા નહી કેમ કે રો ઉમેરી શકાશે.
   • ખાતા કે વિગતો ફરી-ફરી લખવાની થાય ત્યારે Ctl + C અને Ctl+P નો ઉપયોગ કરવો.
   • Sum અને Count જેવી ફોર્મ્યુલા શીખી લેવી.
  • SMC રોજમેળના Shivani Accounting Softwareની મદદથી.
   • આમાં કોઇ રીત કે રિવાજ કે ક્રમ નથી.તમને જેમ ફાવે તેમ લખી શકો.
   • જેમ કે…હાથમાં પાસબુક આવી તો તમામ લેવડ-દેવડની એન્ટ્રી કરી દો, ગ્રાંટની એન્ટ્રી પહેલે કરો કે છેલ્લે કરો, વાઉચર તારીખના ઉલટા-સુલટી ક્રમમાં નાખો, વાઉચર નંબર આપો અગર ના આપો…
   • બસ એક વખત તમામ એન્ટ્રી કરી દેવી ત્યારબાદ ચેક અને કરેક્ટ વિભાગમાં જઇ આરામથી રોજમેળ ઓડિટ કરાવી શકાય એવો નિભાવી શકશો.
   • ત્યારબાદ ઉપરના તમામ રેપોર્ટની પ્રિન્ટ કરી લેવી.
  • SMC રોજમેળ વિશેષતા :
  • ઇન્ટરફેસ લેન્ગવેજ : ચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી ( ફેરફાર-ઓન ધ ફ્લાય)
  • ફોન્ટ : Arial Unicode MS(શ્રુતિ), LMG-Arun(બકમ) , Harikrishan(અસદ)
  • રોજમેળ : એક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ નિભાવી શકાશે.
  • ડેટા એન્ટ્રી : એકાઉન્ટ ફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે. રેગ્યુલર ખાતા ઉમેરેલ છે.
  • ડેટા એન્ટ્રી-વાઉચર : બે પ્રકારે ઉમેરી શકાશે.

1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારા : સર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ

2-વાઉચર એન્ટ્રી-સરળ :ઘટના પસંદ કરવાથી રોજમેળ લખાય જશે !

 • નાણાંકીય વર્ષ : એક જ સોફ્ટવેરમાં એકથી વધુ નાણાંકીય વર્ષના હિસાબ નિભાવી શકશો.બંધ થતિ સિલક પ્રથમ વર્ષે જ નાંખવાની રહેશે.
 • પ્રોટેકશન : ડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો.મનગમતો પાસવર્ડ રાખી શકો
 • ભુલો શોધવી : ચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી વડે ભુલો શોધી શકાશે. ઝડપી અને નક્કર
 • લાઇસન્સ : વન ટાઇમ પરચેજ લાઇફ ટાઇમ અપડેટ
 • કોપી : એક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલે , યુએસબીમાં પણ ચાલે
 • એક્ષલ ડેટા : કોપી કરી સોફટવેરમાં લઇ શકો , એક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય
 • રિપોર્ટો : 1-રોજમેળ, 2-ખાતાવહી, 3-સરવૈયુ, 4-સિલક રજિસ્ટર, 5-ગ્રાંટ રજિસ્ટર, 6-ચેક રજિસ્ટર, 7-બીલ રજિસ્ટર, 8-બીલ પ્રમાણપત્ર, 9-પેઇજ ટાઇટલ, 10-પાસબુક, 13-સ્ટોક મનેજમેન્ટ

Download: Shivani Accounting Solution

Price : 500/- Rs