Online શિષ્યવૃત્તિ Service

Online શિષ્યવૃત્તિ Service

          મિત્રો.. Online શિષ્યવૃત્તિ Service ShivaniSchool.com દ્વારા પુરી પાડવામાં આવતી Online Data Entry Services છે.Online શિષ્યવૃત્તિ બનાવવા માટે તમારી શાળામાં ૧૦ બાળકો હોય કે ૧૦૦૦ Online શિષ્યવૃત્તિનો  લાભ લઇ શિષ્યવૃત્તિના કંટાળાજનક કામમાંથી છૂટકારો મેળવી શકો છો.

મિત્રો..આપણી શાળામાં સૌથી લાંબી.. ટપાલ/કાર્યવાહી/પ્રોસેસ જો કોઇના માટે ચાલતી હોય તો તે Online શિષ્યવૃત્તિ દરખાસ્ત છે,લગભગ જુનથી શરૂ થઇને છેક ડિસેમ્બરમાં બધુ થાળે પડે ! અને એ છ માસના ગાળા દરમ્યાન 17 જાતની સુચનાઓ કે ભાઇ બે દિવસમાં બાકી એન્ટ્રી પુરી કરો, આધાર કાર્ડ ફરજ્યાત લખવાના છે,,,અને સુચનાનો અમલ કરવા શાળાનું કોમ્પ્યુટર ચાલુ કરો તો ત્યાં તો DigitalGujarat.gov.in રિસાઇને બેઠૂં હોય ! હવે ? કોઇને પુછતાં જાણવા મળે કે ભાઇ કે રાતના સર્વર સારું ચાલે !

રાતના જમી કરી ઘરનું કોમ્પ્યુટર/લેપટોપ ચાલુ કરો ( મનમાં એવો વિચાર લઇને કે મારે તો શાળામાં ૨૦ જ બાળાકો છે તો એકી ધડાકે તમામ શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવી દઉ ) અને આ ૨૦ બાળકોની એન્ટ્ર્રી પુરી કરતાં તમે ૨૦ વખત logout થઇ જાઓ ત્યારે કોમ્પ્યુટર તોડવાનું મન ના થઇ જાય ? (ના થાય તો તમે મારા જેવા જ – Fat Scin).જે હોય તે એન્ટ્રીનું એક કામ પુરું થયુ..Praposal ખાતા valid થાય પછી..

ખાતા valid થતાં કેટલા દિવસ લાગે એની કોઇ ભવિષ્યવાણી ના કરી શકે .. એટલે તમારે થોડા થોડા દિવસે DigitalGujarat.gov.in માં ડોકિયું કરી જોઇ આવવું પડે ! નહિ તો શનિવારે ૧૧ કલાકે સુચના આવે કે સોમવારે બાકીના આંકડા આપવા તો રવિવારનો કાર્યક્રમ ખોળવાઇ જાય ! એવી જ રીતે ડોકિયું કરતાં તમારી શાળાનું Dashbord જોઇને તમે ડઘાઇ જાઓ છો કે આ શું ? વીસે વીસ બાળકોની એન્ટ્રી એક્યુરેટ કરી હતી અને તેમાં પણ Account નંબર તો બે બે વખત ચેક કરેલા તો પણ 16 જ બાળકો valid થયા ! ભારે હૈયે તમે 16ની Praposal બનાવો છો અને એ વારે ઘડિએ DigitalGujarat.gov.in ના દર્શન કરવાના અજંપા સાથે Shutdown કરો છો..

બાકી રહેલા ચાર બાળકોની સામે જ્યારે જ્યારે Inavlid Account લખેલું આવે ત્યારે વિચારી – વિચારી મગજ એમ જ કહે કે બધું બરાબર છે..તો ક્યાં ગફલત થઇ હશે ? જનરલ રજિસ્ટર પ્રમાણે ઓકે,,પાસબુક પ્રમાણે ઓકે,,આધાર કાર્ડ પ્રામાણે ઓકે …છેવટે એક એક અક્ષર ચેક કરતાં ખબર પડે કે ઉપર તમામમાં એક અંગ્રેજી a આગળ પાછળ થઇ ગયેલ છે..ભુલનો પ્રકાર મળી જતાં શાંતીનો અનુભવ કરીએ છીએ પરંતુ એ શાંતી લાબી ટક્તી નથી..કારણકે આ પ્રકારની ભુલ તમને બે બાળકોમાં જ મળે છે,, DigitalGujarat.gov.in જાણે તમને ચિંતામુક્ત કરવા માંગતું જ ના હોય તેમ તમે થાકીને હારી જાઓ તો પણ ભુલ મળતી નથી અને આ બાકી બે બાળકો Valid નથી થતાં, નથી થતાં અને નથી જ થતાં..

છેલ્લે તમે કંઇ પણ કરતાં નથી (કંઇ કરી શકતાં નથી) અને એક દિવસ સુચના આવે છે કે બાકી Praposal બે દિવસમાં અચુક બનાવી દેવી,,તમે વિચારો છો કે બાળકો Valid નથી થતાં તો proposal કેવી રીતે બનાવું ? અને તમે ખાલી ખાલી Dashboard પર નજર કરો છો તો આ શું !! ?? તમામ બાળકો Valid થઇ ગયાં! કઇ દૈવી શક્તિ આવીને આ કામ કરી ગઇ ! જે હોય તે તમે બાકી બે બાળકોની proposal બનાવો છો અને છ માસથી આરંભેલુ કામ પુર્ણ કર્યાનો સંતોષ અને છેલ્લે દૈવી શક્તિ આવીને valid કરવાની હતી તેમછતાં ખોટેખોટી ચિંતા કર્યાના અફસોસ સાથે shutdown કરો છો.

Online શિષ્યવૃત્તિ Service માટે નીચેના ફોટામાં દર્શાવેલ સામગ્રીની જરૂર પડશે.
whatsapp
Online શિષ્યવૃત્તિ Service.. કેવી રીતે કામ થાય તે સિક્રેટ જાણવા તમારે 9428003318 નંબર પર Call કરવો પડે !  હા ..એટલુ જણાવી દઉ કે આ સેવા વર્ષ 2017-18 થી શરૂ કરેલ છે અને કુલ 6 શાળા જોડે કામ કરેલ છે.રૂબરૂ મુલાકાત જરૂરી નથી.(છ માસમાં એક પણ વખત નહિ)

Author: Vijay Patel

Primary Teacher

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s