Featured

School Software

1 SMC રોજમેળ :-

મિત્રો..  પ્રાથમિક શાળામાં SMC રોજમેળ નિભાવવા માટે ૧.રોજમેળ પત્રક, ૨.ખાતાવહી, ૩.સરવૈયુ (પરિશિષ્ટ ૧૦), ૪.બીલ રજીસ્ટર, ૫.ગ્રાંટ રજીસ્ટર ૬.ચેક રજીસ્ટર, ૭.સિલક રજીસ્ટર, ૮.બીલ પ્રમાણપત્ર, ૯.રોજમેળના પેઇજ ટાઇટલ, ૧૦.સ્ટોક રજીસ્ટર પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના SMC રોજમેળ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.તેમજ તમે એન્ટર કરેલ વાઉચરો જોવા માટે સ્પેસીયલ વાઉચર કેલેન્ડર.

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

0 SMC Rojmel 3 Mix Form
SMC Rojmel Software
SMC Rojmel Reports

Download: Price 500/- (આમાં ત્રણેે રોજમેેેળ આવી જશે.)
SMC રોજમેળ

Download Font
LMG-Arun
Harikrishna

વધુ જાણવા અહીં ક્લિક કરો ..

or contact : Contact@ShivaniSchool.com

Download: 
SMC રોજમેળ હેલ્પ
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

2 જનરલ રજીસ્ટર :-

તેમજ પ્રાથમિક શાળામાં જનરલ રજિસ્ટર સબંધિત ૧.વાલી ફોર્મનો નમુનો, ૨.જન્મતારીખનો દાખલો, ૩.લીવીંગ સર્ટી, ૪.બેંક બોનાફાઇડ, ૫.જનરલ રજીસ્ટર, ૬.આઇ કાર્ડ માટે શિવાની-સ્કુલના જનરલ રજિસ્ટર સોફ્ટવેરની જરુર પડશે.

1 Mix Vaypatrak Shivani-School
janral Rajister Data Editing View
2 Mix Vaypatrak Shivani-School
Janral Rajister Report

Download:
જનરલ રજિસ્ટર શ્રુતિ ફોન્ટ
જનરલ રજિસ્ટર બકમ ફોન્ટ
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

મુલાકાત લેવા જેવા બ્લોગ

.જાદવ નરેન્દ્રકુમાર

TM Challan Excel

 

Screenshot (150)

મિત્રો.. શાળામાંથી TM Challan વડે રુપિયા જમા કરવાના થાય ત્યારે નીચેની લિન્ક વડે TM Challan નો Excel Format નો નમુનો Download કરી ખુબજ જલ્દીથી પત્રક તૈયાર કરી શકશો.

Download  : TM Challan Excel

Online Mark Service

Online Exam mark

Data Entry

મિત્રો.. ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પણ હવે દર અઠવાડિયે પિરિયોડીકલ વિકલી ટેસ્ટ લેવાનું અને તમામના ગુણ online કરવાનું નક્કી  થયેલ છે જે મુજબ હવે ડિસેમ્બરથી એપ્રિલ સુધીમાં તમામ બાળકોની દરેક વિષયની બે બે વખત પરીક્ષા લઇ તેના મેળવેલ માર્ક online કરવાના થાય છે.

એ માટે ShivaniSchool.com તરફથી Online Mark Service નામે Data Entry Service ચાલુ કરવામાં આવેલ છે.જેનો લાભ લઇ તમારી શાળાનું કામનું ભારણ ઓછું કરી શકો છો.Data Entry કર્યા બાદ માર્કને લઇને વિવિધ ફોર્મટમાં ડેટા માંગવામાં આવે છે જેમાં પણ ખુબ સરળતા રહે છે.

Download Excel worksheet : Online Mark – ruff work

વધારે માહિતી માટે : ptlvj13@gmail.com

Online શિષ્યવૃત્તિ Service

Online શિષ્યવૃત્તિ Service

          મિત્રો.. Online શિષ્યવૃત્તિ Service ShivaniSchool.com દ્વારા પુરી પાડવામાં આવતી Online Data Entry Services છે.Online શિષ્યવૃત્તિ બનાવવા માટે તમારી શાળામાં ૧૦ બાળકો હોય કે ૧૦૦૦ Online શિષ્યવૃત્તિનો  લાભ લઇ શિષ્યવૃત્તિના કંટાળાજનક કામમાંથી છૂટકારો મેળવી શકો છો.

મિત્રો..આપણી શાળામાં સૌથી લાંબી.. ટપાલ/કાર્યવાહી/પ્રોસેસ જો કોઇના માટે ચાલતી હોય તો તે Online શિષ્યવૃત્તિ દરખાસ્ત છે,લગભગ જુનથી શરૂ થઇને છેક ડિસેમ્બરમાં બધુ થાળે પડે ! અને એ છ માસના ગાળા દરમ્યાન 17 જાતની સુચનાઓ કે ભાઇ બે દિવસમાં બાકી એન્ટ્રી પુરી કરો, આધાર કાર્ડ ફરજ્યાત લખવાના છે,,,અને સુચનાનો અમલ કરવા શાળાનું કોમ્પ્યુટર ચાલુ કરો તો ત્યાં તો DigitalGujarat.gov.in રિસાઇને બેઠૂં હોય ! હવે ? કોઇને પુછતાં જાણવા મળે કે ભાઇ કે રાતના સર્વર સારું ચાલે !

રાતના જમી કરી ઘરનું કોમ્પ્યુટર/લેપટોપ ચાલુ કરો ( મનમાં એવો વિચાર લઇને કે મારે તો શાળામાં ૨૦ જ બાળાકો છે તો એકી ધડાકે તમામ શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવી દઉ ) અને આ ૨૦ બાળકોની એન્ટ્ર્રી પુરી કરતાં તમે ૨૦ વખત logout થઇ જાઓ ત્યારે કોમ્પ્યુટર તોડવાનું મન ના થઇ જાય ? (ના થાય તો તમે મારા જેવા જ – Fat Scin).જે હોય તે એન્ટ્રીનું એક કામ પુરું થયુ..Praposal ખાતા valid થાય પછી..

ખાતા valid થતાં કેટલા દિવસ લાગે એની કોઇ ભવિષ્યવાણી ના કરી શકે .. એટલે તમારે થોડા થોડા દિવસે DigitalGujarat.gov.in માં ડોકિયું કરી જોઇ આવવું પડે ! નહિ તો શનિવારે ૧૧ કલાકે સુચના આવે કે સોમવારે બાકીના આંકડા આપવા તો રવિવારનો કાર્યક્રમ ખોળવાઇ જાય ! એવી જ રીતે ડોકિયું કરતાં તમારી શાળાનું Dashbord જોઇને તમે ડઘાઇ જાઓ છો કે આ શું ? વીસે વીસ બાળકોની એન્ટ્રી એક્યુરેટ કરી હતી અને તેમાં પણ Account નંબર તો બે બે વખત ચેક કરેલા તો પણ 16 જ બાળકો valid થયા ! ભારે હૈયે તમે 16ની Praposal બનાવો છો અને એ વારે ઘડિએ DigitalGujarat.gov.in ના દર્શન કરવાના અજંપા સાથે Shutdown કરો છો..

બાકી રહેલા ચાર બાળકોની સામે જ્યારે જ્યારે Inavlid Account લખેલું આવે ત્યારે વિચારી – વિચારી મગજ એમ જ કહે કે બધું બરાબર છે..તો ક્યાં ગફલત થઇ હશે ? જનરલ રજિસ્ટર પ્રમાણે ઓકે,,પાસબુક પ્રમાણે ઓકે,,આધાર કાર્ડ પ્રામાણે ઓકે …છેવટે એક એક અક્ષર ચેક કરતાં ખબર પડે કે ઉપર તમામમાં એક અંગ્રેજી a આગળ પાછળ થઇ ગયેલ છે..ભુલનો પ્રકાર મળી જતાં શાંતીનો અનુભવ કરીએ છીએ પરંતુ એ શાંતી લાબી ટક્તી નથી..કારણકે આ પ્રકારની ભુલ તમને બે બાળકોમાં જ મળે છે,, DigitalGujarat.gov.in જાણે તમને ચિંતામુક્ત કરવા માંગતું જ ના હોય તેમ તમે થાકીને હારી જાઓ તો પણ ભુલ મળતી નથી અને આ બાકી બે બાળકો Valid નથી થતાં, નથી થતાં અને નથી જ થતાં..

છેલ્લે તમે કંઇ પણ કરતાં નથી (કંઇ કરી શકતાં નથી) અને એક દિવસ સુચના આવે છે કે બાકી Praposal બે દિવસમાં અચુક બનાવી દેવી,,તમે વિચારો છો કે બાળકો Valid નથી થતાં તો proposal કેવી રીતે બનાવું ? અને તમે ખાલી ખાલી Dashboard પર નજર કરો છો તો આ શું !! ?? તમામ બાળકો Valid થઇ ગયાં! કઇ દૈવી શક્તિ આવીને આ કામ કરી ગઇ ! જે હોય તે તમે બાકી બે બાળકોની proposal બનાવો છો અને છ માસથી આરંભેલુ કામ પુર્ણ કર્યાનો સંતોષ અને છેલ્લે દૈવી શક્તિ આવીને valid કરવાની હતી તેમછતાં ખોટેખોટી ચિંતા કર્યાના અફસોસ સાથે shutdown કરો છો.

Online શિષ્યવૃત્તિ Service માટે નીચેના ફોટામાં દર્શાવેલ સામગ્રીની જરૂર પડશે.
whatsapp
Online શિષ્યવૃત્તિ Service.. 

Contact: ptlvj13@gmail.com

Drop Out Survey- Excel File

Download : Drop Out Survey Excel File

Drop Out Survey- Excel File
Drop Out Survey- Excel File

વર્ષ ૨૦૧૮-૧૯ શાળા બહારના સર્વેનો રીપોર્ટ માટે (Drop Out Survey ૨૦૧૮-૧૯ માટે) નીચેની માહિતી Excel Format આપવાની થાય છે

  1. શાળાઓ મુજબ કુલ એનરોલમેન્ટ
  2. ડ્રોપ આઉટ રેટ (ધો-૧થી ૫, ૧થી ૮, ૯થી ૧૨ અને ૧થી૧૨)
  3. સર્વેમાં મળેલ બાળકોની વિગતો ( ૪ થી ૬ વર્ષ, ૬ થી ૧૪ વર્ષ અને ૧૫ થી ૧૮ વર્ષ)
  4. Age group wise data for 2019-20
  5. Social Category wise data for 2019-20

ઉપરની માહિતીની Excel File નીચેની લિન્ક પરથી Download કરી માહિતી ભરી તમારો સમય બચાવી શકશો.

Download : Drop Out Survey- Excel File

પૈસાની તસવીરો

મિત્રો..

ઇમેજ, સેલ્ફી, ફોટોગ્રાફ અને વોટસએપના આ યુગમાં પૈસાનો હિસાબ પણ તસવીરોથી રાખીએ તો કેવું ?

અનુભવ કરવા ડાઉનલોડ કરો.

પૈસાની તસવીરો